SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા १४९ गुरवो देवता विप्रा, यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः, सुप्रयत्नेन चेतसा ॥९७॥ માતા-પિતા, દેવ, લૌકિક શિક્ષક અને તપસ્વી સાધુઓ - આ બધા મહાત્માઓની ભાવથી પ્રયત્નપૂર્વક પૂજા કરવી. – યોગીના પ્રકારો – २०८ ये योगिनां कुले जाताः, तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नापरे ॥१८॥ જેઓ યોગીના કુળમાં જન્મ્યા છે, અને જેઓ તે કુળના આચારોથી યુક્ત છે; તેઓ કુળયોગી કહેવાય છે. બીજા (કુળાચારથી રહિત) કુળવાન હોય તો પણ કુળયોગી કહેવાતા નથી. २०९ सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः । दयालवो विनीताश्च, बोधवन्तो जितेन्द्रियाः ॥१९॥ આ કુળયોગીઓ સર્વત્ર દ્વેષ રહિત, ગુરુ-દેવ-શિક્ષકને પ્રિય, દયાળુ, વિનીત, જ્ઞાની અને જિતેન્દ્રિય હોય છે. २१० प्रवृत्तचक्रास्तु पुनः, यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं, शुश्रूषादिगुणान्विताः ॥१०॥ વળી, પ્રવૃત્તચક્રયોગીઓ બે યમ (ઇચ્છા-પ્રવૃત્તિ)વાળા હોય છે; પછીના બે યમ(સ્થિરતા-સિદ્ધિ)ની અત્યંત ઇચ્છાવાળા અને શુશ્રુષાદિ(શ્રવણ-બોધ વગેરે) ગુણયુક્ત હોય છે.
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy