________________
પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા
જીવદયા, વૈરાગ્ય, ગુરુવર્ગનું વિધિવત્ પૂજન, શુદ્ધ સદાચારપાલન - એ પુણ્યાનુબંધી પુણ્યના કારણો છે.
– પોકેશવપ્રશરણમ્ ––
– દેશના – १/१४ यद्भाषितं मुनीन्द्रैः, पापं खलु देशना परस्थाने ।
उन्मार्गनयनमेतद्, भवगहने दारुणविपाकम् ॥५१॥
જિનેશ્વરોએ કહ્યું છે કે પરસ્થાન દેશના (અપાત્રને કે એક જીવને યોગ્ય દેશના બીજા જીવને) કરવી તે પાપરૂપ છે. તે બીજાને ઉન્માર્ગે ચડાવવારૂપ હોવાથી સંસારમાં ભયંકર ફળને આપનાર છે. २/२ बाह्याचरणप्रधाना,
कर्तव्या देशनेह बालस्य । स्वयमपि च तदाचारः, तदग्रतो नियमतः सेव्यः ॥५२॥
બાળને બાહ્ય આચરણ જેમાં પ્રધાન હોય તેવી દેશના કરવી અને પોતે પણ તેની સામે તે આચારનું અવશ્યપણે પાલન
કરવું.
२/७ मध्यमबुद्धेस्त्वीर्यासमिति-प्रभृति त्रिकोटिपरिशुद्धम् ।
आद्यन्तमध्ययोगैः, हितदं खलु साधुसद्वृत्तम् ॥५३॥