________________
ષોડશપ્રકરણ
૨૩
ઉત્થાનદોષ હોય તો કંટાળાને કારણે અનુષ્ઠાનનું કરણ પણ ભવિષ્યમાં અકરણને લાવનારું થાય છે. આવું કરણ, જૈનશાસનમાં પણ, ત્યાગને ઉચિત હોવા છતાં નહીં ત્યજાતું જણાવ્યું છે.
१४/८ भ्रान्तौ विभ्रमयोगात्, न हि संस्कारः कृतेतरादिगतः ।
तदभावे तत्करणं, प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥९९॥
ભ્રાન્તિદોષ હોય તો ભ્રમના કારણે કર્યું કે ન કર્યું તેના વિષયના સંસ્કાર પડતા નથી. અને સંસ્કારના અભાવના કારણે તેનું કરણ, જે પ્રયોજન માટે કરાય છે તેનું વિરોધી - અનિષ્ટ ફળને આપનાર છે.
१४/९ अन्यमुदि तत्र रागात्, तदनादरताऽर्थतो महाऽपाया ।
सर्वानर्थनिमित्तं मुद्विषयवृष्ट्यङ्गाराभा ॥१००॥
અન્યમુદ્ દોષ હોય તો અન્ય કાર્ય પર રાગ હોવાથી અર્થાપત્તિથી કરાતા કાર્ય પર મહાનુકસાનકારી અનાદર છે, જે સર્વ અનર્થનું કારણ અને જેના પર રાગ છે તે કાર્ય પર પણ અંગારની વૃષ્ટિ જેવો છે.
१४/१० रुजि निजजात्युच्छेदात्,
करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं,
तेनैतद् वन्ध्यफलमेव ॥ १०१ ॥