SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા માત્ર ક્રિયાથી થયેલ કષાયનો નાશ, દેડકાના ચૂર્ણ જેવો (ફરી ઉત્પન્ન થાય તેવો) છે. ભાવપૂર્વકની ક્રિયાથી થયેલ કષાયનાશ દેડકાની ભસ્મ જેવો (ફરી ઉત્પન્ન ન થાય તેવો) છે. – ગુણાનુરાગ – ३/३० गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यमाधमबुद्धयः ॥१३॥ ગુણી, ગુણરાગી અને સાધુ પર ગુણદ્વેષી એ અનુક્રમે ઉત્કૃષ્ટ-મધ્યમ-અધમ બુદ્ધિવાળા કહ્યા છે. ३२/५ सज्जनस्य विदुषां गुणग्रहे, दुषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पतेर्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥१४॥ જેમ ચક્રવાકની દૃષ્ટિ સૂર્યપ્રકાશમાં અને ઘુવડની દૃષ્ટિ અંધકારમાં શક્તિમાનું બને છે તેમ સજ્જનની બુદ્ધિ વિદ્વાનોના ગુણના ગ્રહણમાં અને દુર્જનની બુદ્ધિ દોષના ગ્રહણમાં પ્રવર્તે છે. ५/४ अप्रीति व कस्यापि, कार्या धर्मोद्यतेन वै । इत्थं शुभानुबन्धः स्याद्, अत्रोदाहरणं प्रभुः ॥१५॥ ધર્મમાં ઉદ્યત વ્યક્તિએ કોઈને અપ્રીતિ થાય તેવું ન કરવું, તો જ શુભ અનુબંધ થશે. અહીં (અપ્રીતિ નિવારવા વિહાર કરી જનાર) પ્રભુ વીરનું ઉદાહરણ સમજવું.
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy