________________
દ્વાદિંશદ્ દ્વાવિંશિકા સૂક્તરત્નમંજૂષા
– જિનમહત્ત્વ – ४/२० अपरस्त्वाह राज्यादि-महाऽधिकरणं ददत् ।
शिल्पादि दर्शयंश्चार्हन्, महत्त्वं कथमृच्छति ? ॥१६॥
બીજો કહે છે . રાજ્ય વગેરે મોટા અધિકરણ(પાપ સાધન)ને આપનારા, શિલ્પ વગેરે બતાવનારા અરિહંતમાં મહાનપણું શી રીતે ઘટે ? ४/२१ तन्नेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् ।
शक्तौ सत्यामुपेक्षाया, अयुक्तत्वान्महात्मनाम् ॥१७॥
તે બરાબર નથી, કારણકે એ રીતે જ (રાજ્ય આપવા, શિલ્પ બતાવવા વગેરેથી જ) મોટા દોષનું નિવારણ શક્ય હતું. અને મહાત્માઓ (મોટા દોષના નિવારણની) શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે, તે યોગ્ય નથી. ४/२२ नागादे रक्षणायेव, गाद्याकर्षणेऽत्र न ।
दोषोऽन्यथोपदेशेऽपि, स स्यात् परनयोद्भावनात् ॥१८॥
સર્પ વગેરેથી રક્ષણ કરવા માટે ખાડામાંથી ખેંચવામાં (કદાચ વાગે તો પણ) જેમ દોષ નથી, તેમ આમાં (રાજ્ય પ્રદાન વગેરેમાં) પણ નથી. બાકી તો ઉપદેશ આપવામાં પણ (પ્રભુને) દોષ લાગશે, કારણકે તેમાંથી જ અન્યદર્શનો ઉત્પન્ન થયા. ४/२८ अर्हमित्यक्षरं यस्य, चित्ते स्फुरति सर्वदा ।
परं ब्रह्म ततः शब्द-ब्रह्मणः सोऽधिगच्छति ॥१९॥