SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા ભિન્નગ્રંથિક જીવનું મન પ્રાયઃ મોક્ષમાં હોય છે. સંસારમાં શરીર જ હોય છે. એટલે તેની બધી જ ક્રિયા એ નિશ્ચયનયથી યોગ છે. ૪૨ २०४ नार्या यथाऽन्यसक्तायाः, तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ॥३७॥ જેમ પરપુરુષમાં આસક્ત સ્ત્રીનું મન સદા પરપુરુષમાં હોવાથી (પોતાના પતિની સેવા કરે ત્યારે પણ) પરપુરુષનો જ સંબંધ ગણાય અને પાપનો જ બંધ થાય; તેમ ભિન્નગ્રંથિક જીવનું મન મોક્ષમાં હોવાથી સંસારના કાર્યો પણ નિર્જરા જ કરાવે. २५३ शुश्रूषा धर्मरागश्च, गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं, लिङ्गमस्य महात्मभिः ॥ ३८ ॥ જિનવચન સાંભળવાની ઇચ્છા, શ્રુત-ચારિત્ર ધર્મનો રાગ, શક્તિ અનુસારે દેવ-ગુરુની ભક્તિ એ મહાત્માઓએ સમ્યગ્દર્શનનું લિંગ કહ્યું છે. - અનુષ્ઠાનશુદ્ધિ २११ विषयात्माऽनुबन्धैस्तु, त्रिधा शुद्धमुदाहृतम् । अनुष्ठानं प्रधानत्वं ज्ञेयमस्य यथोत्तरम् ॥३९॥ અનુષ્ઠાનને વિષય, સ્વરૂપ અને અનુબંધ એમ ૩ પ્રકારે શુદ્ધ કહ્યું છે અને તે ત્રણેની ઉત્તરોત્તર પ્રધાનતા જાણવી.
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy