________________
ધર્મબિંદુ
શ્રોતાને જ્ઞાન ન થાય તો પણ, શુદ્ધ ભાવવાળા વક્તાને તો ઉપદેશ આપવાથી નિયમ ફળ મળે તેમ જિનેશ્વરોએ કહ્યું
नोपकारो जगत्यस्मिन्, तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदाद्, देहिनां धर्मदेशना ॥९॥
આ જગતમાં તેના જેવો કોઈ ઉપકાર નથી, જેવી જીવોના દુઃખનો નાશ કરનાર ધર્મની દેશના છે.
बाहुभ्यां दुस्तरो यद्वत्, क्रूरनक्रो महोदधिः । यतित्वं दुष्करं तद्वत्, इत्याहुस्तत्त्ववेदिनः ॥१०॥
જેમ ક્રૂર મગરમચ્છોવાળો મહાસાગર હાથેથી તરવો દુષ્કર છે, તેમ સાધુપણું પણ તેના જેવું દુષ્કર છે, તેમ તત્ત્વજ્ઞાનીઓ કહે છે.
भवस्वरूपविज्ञानात्, तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च, स्यादेतन्नान्यथा क्वचित् ॥११॥
સંસારના સ્વરૂપના જ્ઞાન, તેનાથી વાસ્તવિક વૈરાગ્ય અને મોક્ષના અનુરાગથી જ એ સંયમ પાળી શકાય, અન્યથા નહીં.
उक्तं मासादिपर्याय-वृद्ध्या द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री, सर्वदेवेभ्य उत्तमम् ॥१२॥