________________
શાસ્ત્રવાર્તાસમુચ્ચય
આ મારું છે' એવા પરિગ્રહથી મુક્ત થવાથી સર્વ દોષોનું જન્મસ્થાન અને સર્વ ગુણોની નાશક તૃષ્ણા પણ નાશ પામે છે. १२ अनित्यः प्रियसंयोगः, इहेाशोकवत्सलः ।
अनित्यं यौवनं चापि, कुत्सिताचरणास्पदम् ॥१७॥
પ્રિયનો સંયોગ અનિત્ય છે અને અન્ય જીવો પર) ઈર્ષા અને (વિયોગમાં) શોક લઈને આવે છે. યૌવન પણ અનિત્ય છે અને અસદાચારનું કારણ છે. १३ अनित्याः सम्पदस्तीव्र-क्लेशवर्गसमुद्भवाः ।
अनित्यं जीवितं चेह, सर्वभावनिबन्धनम् ॥१८॥
તીવ્ર કષાયો કરીને મેળવેલી સંપત્તિ પણ અનિત્ય છે અને સર્વ વસ્તુના આધારભૂત જીવન પણ અનિત્ય જ છે.
- રાષ્ટ્રપ્રમ્ --
४/६ धर्मार्थं यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी ।।
प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥१९॥
ધર્મ કરવા માટે જેને ધન કમાવાની ઇચ્છા છે, તેને તો ધનની અનિચ્છા જ વધુ સારી છે. કાદવથી ખરડાઈને તેને ધોવા કરતાં તો દૂર રહેવું - ન અડવું વધુ સારું છે.