SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશપ્રકરણ ११ / १ शुश्रूषा चेहाद्यं लिङ्गं खलु वर्णयन्ति विद्वांसः । तदभावेऽपि श्रावणं, असिराऽवनिकूपखननसमम् ॥८३॥ વિદ્વાનો શુશ્રૂષાને (જ્ઞાનનું) પહેલું લિંગ કહે છે. તેના અભાવમાં પણ સંભળાવવું તે પાણી વગરની જમીનમાં કૂવો ખોદવા જેવું (નિરર્થક) છે. १२/३ यो निरनुबन्धदोषात्, श्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । ૨૩ गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ॥८४॥ જે અનુબંધ વગરના (જ્ઞાનાવરણ કર્મરૂપ) દોષના કારણે અજ્ઞાની છે, પણ શ્રદ્ધાયુક્ત છે, પાપભીરુ, ગુરુનો ભક્ત અને પકડથી રહિત છે, તે જ્ઞાની જ છે. કારણકે જ્ઞાનનું ફળ તેને મળે છે. १२/४ चक्षुष्मानेकः स्याद्, अन्धोऽन्यस्तन्मतानुवृत्तिपरः । गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ॥ ८५ ॥ એક દેખતો હોય, બીજો તેને અનુસરનાર આંધળો હોય; એ બંને મુસાફરો, પોતાની મંઝિલે સાથે જ પહોંચે છે. १२ / ५ यस्यास्ति सत्क्रियायां इत्थं सामर्थ्ययोग्यताऽविकला । गुरुभावप्रतिबन्धाद्, दीक्षोचित एव सोऽपि किल ॥८६॥ જેની આ પ્રમાણે ગુરુ પરના ભાવબહુમાનના કારણે સામર્થ્યથી સન્ક્રિયાની પૂર્ણ યોગ્યતા છે, તે પણ દીક્ષાને યોગ્ય જ છે.
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy