SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ન્યાયપૂર્વક મેળવેલું થોડું પણ, આશ્રિતોને પીડા ન થાય તે રીતે, દીન-દુ:ખી કે સુપાત્રને, ગુરુવર્ગની અનુજ્ઞાથી અપાય તે મહાદાન છે; બાકી બધું સામાન્ય દાન છે. ५/१४ देवगुणपरिज्ञानात्, तद्भावानुगतमुत्तमं विधिना । स्याद् आदरादियुक्तं, यत् तद् देवार्चनमिष्टम् ॥७२॥ દેવના ગુણને જાણીને, તે ગુણના ઉપયોગપૂર્વક, તેમના પ્રત્યેના બહુમાનથી યુક્ત, વિધિપૂર્વક, ઉત્તમ એવી જે પૂજા થાય; તે ખરી દેવપૂજા છે. ५/१५ एवं गुरुसेवादि च, काले सद्योगविजवर्जनया । इत्यादिकृत्यकरणं, लोकोत्तरतत्त्वसंप्राप्तिः ॥७३॥ એમ યોગ્ય અવસરે, શુભ યોગોને હાનિ ન પહોંચે તે રીતે ગુરુસેવા વગેરે કાર્યો કરવા તે લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ છે. – શાસ્ત્ર-બહુમાન - ६/५ शास्त्रबहुमानतः खलु, सच्चेष्टातश्च धर्मनिष्पत्तिः । परपीडात्यागेन च, विपर्ययात् पापसिद्धिरिव ॥७४॥ શાસ્ત્ર પરના બહુમાન, પરપીડાના ત્યાગ અને સ&િયાથી ધર્મ સિદ્ધ થાય છે, ઊંધું કરવાથી પાપની સિદ્ધિની થાય તેમ. ७/१३ आगमतन्त्रः सततं, तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । चेष्टायां तत्स्मृतिमान्, शस्तः खल्वाशयविशेषः ॥७५॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy