________________
ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા
११/६ याऽपि चानशनादिभ्यः, कायपीडा मनाक् क्वचित् ।
व्याधिक्रिया समा साऽपि, नेष्टसिद्ध्याऽत्र बाधनी ॥३५॥
અનશન વગેરે તપથી જે કાંઈ થોડી શરીર પીડા ક્યારેક થાય છે, તે પણ રોગને દૂર કરવાની ચિકિત્સાક્રિયામાં થતી પીડા જેવી છે. તે (શરીર પીડા) ઇષ્ટ (કર્મનાશ)ને સિદ્ધ કરનાર હોવાથી અહીં તપને ઉપાદેય માનવામાં બાધક નથી. ११/७ दृष्टा चेष्टार्थसंसिद्धौ, कायपीडा ह्यदुःखदाः ।
रत्नादिवणिगादिनां, तद्वदत्रापि भाव्यताम् ॥३६॥
રત્ન વગેરેના વેપારી વગેરેને ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિમાં થતી શરીર પીડા દુઃખદાયક નથી થતી તે દેખાય છે જ. તે જ રીતે તપમાં પણ સમજવું. ११/८ विशिष्टज्ञानसंवेग-शमसारमतस्तपः ।
क्षायोपशमिकं ज्ञेयं, अव्याबाधसुखात्मकम् ॥३७॥
એટલે તપ વિશિષ્ટ જ્ઞાન-સંવેગ અને શમ પ્રધાન છે, ક્ષાયોપથમિક છે અને અવ્યાબાધ સુખરૂપ છે; એમ જાણવું.
– ભિક્ષા – ५/२ यतिानादियुक्तो यो, गुर्वाज्ञायां व्यवस्थितः ।
सदाऽनारम्भिणस्तस्य, सर्वसम्पत्करी मता ॥३८॥
જે યતિ ધ્યાનાદિ યુક્ત છે, ગુર્વાજ્ઞાને પાળનાર છે, સદા આરંભરહિત છે, તેને સર્વસંપન્કરી ભિક્ષા મનાઈ છે.