________________
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા
२६/२९ योगस्पृहाऽपि संसार-तापव्ययतपात्ययः ।
महोदयसरस्तीर-समीरलहरीभवः ॥१०॥
યોગની ઇચ્છા પણ મહોદયરૂપી સરોવરના કિનારે વાતા પવનની લહરીથી થતાં સંસારના તાપનું શમન કરનાર એવા ગ્રીષ્મઋતુના અંત જેવી છે.
– વિનય – २९/१ कर्मणां द्राग विनयाद्, विनयो विदुषां मतः ।
अपवर्गफलाढ्यस्य, मूलं धर्मतरोरयम् ॥११॥
કર્મનો ઝડપથી નાશ કરતો હોવાથી વિદ્વાનોએ “વિનય' એવું નામ આપ્યું છે. એ મોક્ષરૂપ ફળથી લચેલા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. २९/४ अभिग्रहासनत्यागौ, अभ्युत्थानाञ्जलिग्रहौ ।
कृतिकर्म च शुश्रूषा, गतिः पश्चाच्च सम्मुखम् ॥१२॥
(૧) ગુરુએ કહેલું કરવાની ઇચ્છા, (૨) ગુરુને આસન આપવું, (૩) ઊભા થવું, (૪) હાથ જોડવા, (૫) વંદન કરવું, (૬) સેવા, (૭) જતા હોય તો પાછળ જવું, (૮) આવતા હોય તો સામે જવું. २९/५ कायिकोऽष्टविधश्चायं, वाचिकश्च चतुर्विधः ।
हितं मितं चापरुषं, ब्रुवतोऽनुविचिन्त्य च ॥१३॥