Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 86
________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા પહેલા નહીં સાંભળેલા ભગવાનના વચનમાં તેનું (સમકિતીનું) મન જેવું લાગે છે, તેવું પૂર્વે અનેકવાર પ્રાપ્ત કરેલા ધન-ઇન્દ્રિયના વિષયો વગેરેમાં લાગતું નથી; કારણકે બંને વચ્ચેનો ફરક તે જાણે છે. १५/४ धर्मरागोऽधिको भावाद्, भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथाऽपि स्यात्, कर्मणो बलवत्तया ॥२८॥ ભોગીને સ્ત્રી વગેરેનો રાગ હોય તેના કરતાં પણ અધિક ચારિત્રધર્મની ઇચ્છા ભાવથી હોય. (ચારિત્ર મોહનીય)કર્મ બળવાન હોય તો પ્રવૃત્તિ સંસારની પણ હોય. १५/५ तदलाभेऽपि तद्राग-बलवत्त्वं न दुर्वचम् । पूयिकाद्यपि यद् भुक्ते, घृतपूर्णप्रियो द्विजः ॥२९॥ ચારિત્રની પ્રાપ્તિ ન થવા છતાં તેનો બળવાન રાગ હોવો અશક્ય નથી. જેમ ઘેબર ખૂબ ભાવતા હોય તેવો બ્રાહ્મણ પણ (ઘેબર ન મળે તો) લૂખું-સૂકું ખાય છે. १५/६ गुरुदेवादिपूजाऽस्य, त्यागात् कार्यान्तरस्य च । भावसारा विनिर्दिष्टा, निजशक्त्यनतिक्रमात् ॥३०॥ સમકિતી બીજા કાર્યના ત્યાગપૂર્વક, અત્યંત બહુમાન પૂર્વક, પોતાની શક્તિ ગોપવ્યા વિના ગુરુ-દેવની ભક્તિ કરે તેમ કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106