Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વાદિંશદ્ દ્વાવિંશિકા સૂક્તરત્નમંજૂષા
96
– સંવિઝપાક્ષિક – ३/२१ ये तु स्वकर्मदोषेण, प्रमाद्यन्तोऽपि धार्मिकाः ।
संविग्नपाक्षिकास्तेऽपि, मार्गान्वाचयशालिनः ॥६३॥
જે પોતાના કર્મને વશ થઈને પ્રમાદ કરતા હોવા છતાં ધાર્મિક બુદ્ધિવાળા છે, તે સંવિગ્નપાક્ષિકો પણ માર્ગની પાછળ ચાલનારા(અનુસરનારા) છે. ३/२२ शुद्धप्ररूपणैतेषां, मूलमुत्तरसम्पदः ।
सुसाधुग्लानिभैषज्य-प्रदानाभ्यर्चनादिकाः ॥६४॥
શુદ્ધ પ્રરૂપણા તેમનો મૂળગુણ છે. સુસાધુઓને બિમારીમાં ઔષધ લાવી આપવા, તેમની પૂજા વગેરે તેમના ઉત્તરગુણ છે. ३/२३ आत्मार्थं दीक्षणं तेषां, निषिद्धं श्रूयते श्रुते ।
ज्ञानाद्यर्थाऽन्यदीक्षा च, स्वोपसम्पच्च नाहिता ॥६५॥
શાસ્ત્રમાં તેમને પોતાની સેવા માટે કોઈને દીક્ષા આપવાનો નિષેધ કરેલો છે; પણ જ્ઞાનાદિના અવ્યવચ્છેદ વગેરે માટે બીજાને દીક્ષા આપવી કે ઉપસંપદા સ્વીકારવી અહિતકર નથી. १३/६ गुरुदोषवतः स्वल्पा, सत्क्रियाऽपि गुणाय न ।
भौतहन्तुर्यथा तस्य, पादस्पर्शनिषेधनम् ॥६६॥
મોટા દોષવાળાની નાની સલ્કિયા ગુણ માટે ન થાય. જેમ ભૌત સંન્યાસીને મારનારા(ભીલ)ની તેના પગને ન અડવારૂપ સલ્કિયા.