Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા
(સંવિન્રભાવિતો નિર્દોષ ગોચરી જાણે છે, તેમને દ્રવ્યાદિ અપવાદ જણાવવાના છે. પાર્થસ્થભાવિતો અપવાદ જાણે છે, તેમને નિર્દોષ ગોચરી જણાવવાની છે.) २/३० दुर्नयाभिनिवेशे तु, तं दृढं दूषयेदपि ।
दुष्टांशछेदतो नाङ्घी, दूषयेद् विषकण्टकः ॥८२॥
(શ્રોતાને) દુર્નયની પકડ હોય, તો તેનું આક્રમક ખંડન પણ કરે. દુષ્ટ અંશને કાપી નાખવાથી જ ઝેરી કાંટો બંને પગમાં ઝેર ફેલાવતો નથી. २/३१ जानाति दातुं गीतार्थो, य एवं धर्मदेशनाम् ।
कलिकालेऽपि तस्यैव, प्रभावाद् धर्म एधते ॥८३॥
જે ગીતાર્થ આ રીતે ધર્મદેશના આપી જાણે છે, તેના પ્રભાવથી જ કલિકાળમાં ધર્મ વધે છે. ३/१ विधिना कथयन् धर्म, हीनोऽपि श्रुतदीपनात् ।
वरं तु न क्रियास्थोऽपि, मूढो धर्माध्वतस्करः ॥८४॥
વિધિપૂર્વક ધર્મ કહેનાર, આચારમાં હીન હોય તો પણ જ્ઞાનને શોભાવનાર હોવાથી સારો છે. આચારનો પાલક એવો પણ જે અજ્ઞાની અને ધર્મમાર્ગનો લોપક છે, તે સારો નથી. २/३ अनुग्रहधिया वक्तुः, धर्मित्वं नियमेन यत् ।
भणितं तत्तु देशादि-पुरुषादिविदं प्रति ॥८५॥