Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
૮૫
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા
ઉપકાર કરવાની બુદ્ધિથી બોલનારને જે નિયમ ધર્મીપણું બતાવ્યું, તે દેશ-કાળ-પુરુષ વગેરેને જાણનાર વક્તા માટે જ છે. २/५ अज्ञातवाविवेकानां, पण्डितत्वाभिमानिनाम् ।
विषं यद् वर्तते वाचि, मुखे नाशीविषस्य तत् ॥८६॥
વાણીનો વિવેક ન જાણનારા અને પોતાને પંડિત માનનારાની વાણીમાં જે ઝેર છે, તે સર્પના મુખમાં પણ નથી. ३/२६ मार्गभेदस्तु यः कश्चिद्, निजमत्या विकल्प्यते ।
स तु सुन्दरबुद्धयाऽपि, क्रियमाणो न सुन्दरः ॥८७॥
સ્વમતિથી જે કોઈ માર્ગનો ભેદ વિચારાય છે, તે સારા આશયથી કરાય તો પણ સારો નથી.
– યોગમાહાસ્ય – २६/१ शास्त्रस्योपनिषद् योगो, योगो मोक्षस्य वर्तनी ।
अपायशमनो योगो, योगः कल्याणकारणम् ॥४८॥
યોગ શાસ્ત્રોનો સાર છે, મોક્ષનો માર્ગ છે, દુઃખનો નાશક છે, સુખનું કારણ છે. २६/२ संसारवृद्धिर्धनिनां, पत्रदारादिना यथा ।
शास्त्रेणापि तथा योगं, विना हन्त ! विपश्चिताम् ॥८९॥
ધનવાનને જેમ પત્ની-પુત્રાદિથી સંસાર વધે છે, તેમ અરે ! શાસ્ત્રથી પણ પંડિતોનો સંસાર વધે છે, જો યોગ ન હોય તો.