Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 99
________________ દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા -– ઉપદેશ – ९/१६ स्तोकस्यापि प्रमादस्य, परिणामोऽतिदारुणः । वर्ण्यमानः प्रबन्धेन, निर्वेजन्या रसः स्मृतः ॥७८॥ થોડા પણ પ્રમાદનો અતિ દારુણ વિપાક વિસ્તારથી વર્ણવવો એ નિર્વેદની કથાનો રસ છે. २/२४ वचनाराधनाद् धर्मो-ऽधर्मस्तस्य च बाधनात् । धर्मगुह्यमिदं वाच्यं, बुधस्य च विपश्चिता ॥७९॥ વચનની આરાધનાથી ધર્મ અને તેની વિરાધનાથી અધર્મ થાય - ધર્મનું આ રહસ્ય પંડિત કક્ષાના જીવને જ્ઞાનીએ કહેવું. २/२८ आदौ यथारूचि श्राव्यं, ततो वाच्यं नयान्तरम् । ज्ञाते त्वेकनयेऽन्यस्मात्, परिशिष्टं प्रदर्शयेत् ॥८॥ પહેલા રુચિ પ્રમાણે સંભળાવવું, પછી બીજા નયની (વિરુદ્ધ) વાત કરવી. એક નયનું જ્ઞાન હોય તો બીજા નયથી બાકીનું જણાવવું. २/२९ संविग्नभाविता ये स्युः, ये च पार्श्वस्थभाविताः । मुक्त्वा द्रव्यादिकं तेषां, शुद्धोञ्छं तेन दर्शितम् ॥८१॥ એટલે જ જે સંવિગ્નભાવિત છે અને જે પાર્થસ્થભાવિત છે, તેમને દ્રવ્યાદિ અપવાદને છોડીને નિર્દોષ ગોચરી કહેવાનું જણાવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106