Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા ७/३१ तिष्ठतो न शुभो भावो, ह्यसदायतनेषु च ।
गन्तव्यं तत् सदाचार-भावाभ्यन्तरवर्त्मना ॥७॥
(હિંસા વગેરે રૂ૫) અશુભ સ્થાનમાં રહેનારને શુભ ભાવ થતો નથી. એટલે સદાચાર અને શુભભાવરૂપ આત્યંતર માર્ગે ચાલવું. ८/२८ हिंस्यकर्मविपाके यद, दष्टाशयनिमित्तता ।
हिंसकत्वं न तेनेदं, वैद्यस्य स्याद् रिपोरिव ॥७२॥
મરનારા જીવનું આયુષ્યકર્મ પૂરું થતાં જ તે મરે છે. પણ તેમાં મારનારનો દુષ્ટ આશય નિમિત્ત બને છે. તેનાથી જ તે હિંસક કહેવાય છે. એટલે જ શત્રુની જેમ વૈદ્ય (તેની દવાથી દર્દી મરી જીય તો પણ) હિંસક નથી બનતો. (કારણકે મારવાનો આશય નથી હોતો).
– માર્ગ – ३/१ मार्गः प्रवर्तकं मानं, शब्दो भगवतोदितः ।
संविग्नाशठगीतार्थाचरणं चेति स द्विधा ॥७३॥
પ્રવૃત્તિ કરાવવામાં હેતુભૂત પ્રમાણ (જ્ઞાનનું કારણ) એ માર્ગ છે. તે (૧) ભગવાનનું વચન અને (૨) અશઠ સંવિગ્ન ગીતાર્થોનું આચરણ, એમ બે પ્રકારે છે. રૂ/ર દ્વિતીયાના ઇંન્ત !, પ્રથમસ્યાણનાર: !
जीतस्यापि प्रधानत्वं, साम्प्रतं श्रूयते यतः ॥७४॥