Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વાદિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા १५/११ तप्तलोहपदन्यास-तुल्या वृत्तिः क्वचिद् यदि ।
इत्युक्तेः कायपात्येव, चित्तपाती न स स्मृतः ॥३१॥
જો ક્યારેક તે(સમકિતી) પાપપ્રવૃત્તિ કરે તો તે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી ઇચ્છા વિનાની હોય તેમ કહ્યું છે. એટલે તે કાયપાતી હોય, ચિત્તપાતી નહીં. १५/२९ मिथ्यादृष्टिगृहीतं हि, मिथ्या सम्यगपि श्रुतम् ।
सम्यग्दृष्टिगृहीतं तु, सम्यग् मिथ्येति नः स्थितिः ॥३२॥
મિથ્યાદૃષ્ટિનું સભ્ય શ્રત પણ મિથ્યા છે અને સમકિતીનું મિથ્યાશ્રુત પણ સમ્યગુ છે, એવી આપણી માન્યતા છે.
- ચારિત્ર - १७/३० औचित्येन प्रवृत्त्या च, सुदृष्टिर्यत्नतोऽधिकात् ।
पल्योपमपृथक्त्वस्य, चारित्रं लभते व्ययात् ॥३३॥
સમકિતી જીવ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી, પલ્યોપમપૃથક્ત જેટલી કર્મસ્થિતિનો નાશ કરીને ચારિત્ર પામે. १७/३१ मार्गानुसारिता श्रद्धा, प्राज्ञप्रज्ञापनारतिः ।
गुणरागश्च लिङ्गानि, शक्यारम्भोऽपिचास्य हि ॥३४॥
(૧) માર્થાનુસારિતા, (૨) શ્રદ્ધા, (૩) જ્ઞાનીના હિતવચનમાં રુચિ, (૪) ગુણાનુરાગ અને (૫) શક્યનો આરંભ એ ચારિત્રધરના લિંગ છે.