Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ
૪૧
१५७ दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः ।
एतद् विहितनीत्यैव, कालान्तरनिपातनात् ॥३२॥
દેવતાઈ સુખની ઇચ્છાથી થતા અનુષ્ઠાનને ઉપરોક્ત રીતે જ ભવાંતરમાં નુકસાનકારી હોવાથી પંડિતો “ગર' કહે છે. १५८ अनाभोगवतश्चैतद्, अननुष्ठानमुच्यते ।
सम्प्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद् यथोदितम् ॥३३॥
અનાભોગવાળાનું અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. તેનું મન શૂન્ય હોવાથી આવું કહેવાયું છે. १५९ एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः ।
सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः ॥३४॥
અનુષ્ઠાનનો રાગ હોય તો, શુભભાવનો અંશ હોવાથી યોગના જાણકારો તેને સદનુષ્ઠાનનો શ્રેષ્ઠ હેતુ કહે છે. १६० जिनोदितमिति त्वाहुः, भावसारमदः पुनः ।
संवेगगर्भमत्यन्तं, अमृतं मुनिपुङ्गवाः ॥३५॥
ભગવાને કહ્યું છે માટે કરવાનું છે તેવા શ્રેષ્ઠ ભાવવાળું અને અત્યંત સંવેગથી યુક્ત અનુષ્ઠાનને મુનીશ્વરો “અમૃત” કહે છે.
~ सभ्यष्टि ~ २०३ भिन्नग्रन्थेस्तु यत्प्रायो, मोक्षे चित्तं भवे तनुः ।
तस्य तत्सर्व एवेह, योगो योगो हि भावतः ॥३६॥