Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 69
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય માછલી પકડવાની ગલમાં રહેલ માંસ જેવા તુચ્છ, કટુ વિપાકવાળા ખરાબ સુખમાં આસક્ત થઈને સત્કાર્યને છોડી દે છે. અહો ! ઘોર અજ્ઞાનને ધિક્કાર હો ! પાંચમી દૃષ્ટિ - વૈરાગ્ય १५३ बालधूलीगृहक्रीडा - तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥७८॥ ૫૩ આ(પાંચમી દૃષ્ટિ)માં અજ્ઞાનરૂપ ગ્રંથિનો ભેદ થવાથી સંસારની બધી ક્રિયા, બાળકની ધૂળમાં ઘર બનાવવાની રમત જેવી જ્ઞાનીને લાગે. १५४ मायामरीचिगन्धर्व-नगरस्वप्नसंनिभान् । बाह्यान् पश्यन्ति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ॥७९॥ શ્રુતજ્ઞાનજનિત વિવેકના કારણે બાહ્ય બધા પદાર્થોને હકીકતમાં માયાજળ (ઝાંઝવાના જળ), ગંધર્વનગર કે સ્વપ્ર જેવા આભાસિક માને. १५८ धर्मादपि भवन् भोगः, प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥८०॥ ધર્મથી મળતી પણ ભોગસામગ્રી, જીવને પ્રાયઃ નુકસાનકારી થાય છે. ચંદનમાંથી પેદા થયેલ અગ્નિ પણ બાળે જ છે.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106