Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ આદિ સૂક્ત- રત્ન - મંજૂષા
પ્રયાણ અટકતું ન હોવાના કારણે, દેવના ભવથી થતો ચારિત્રનો અભાવ, (મુસાફરીમાં) રાતના આરામ કરવા જેવો છે. (પછીના ભવે ફરી પ્રાપ્ત થાય.)
– ત્રણ અવંચક - २१७ सद्भिः कल्याणसंपन्नैः, दर्शनादपि पावनैः ।
तथादर्शनतो योग, आद्यावञ्चक उच्यते ॥१०६॥
કલ્યાણને પામેલા અને દર્શનથી પણ પવિત્ર કરનારા સંતો સાથે તેવા પ્રકારના (પવિત્ર કરનારા) દર્શન દ્વારા યોગ થવો, તે પહેલો યોગાવંચકયોગ છે. २१८ तेषामेव प्रणामादि-क्रियानियम इत्यलम् ।
क्रियाऽवञ्चकयोगः स्यात्, महापापक्षयोदयः ॥१०७॥
તેમને જ પ્રણામ વગેરે ક્રિયાનો નિયમ તે મહાપાપનો ક્ષય કરનાર ક્રિયાવંચકયોગ છે. २१९ फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः ।
सानुबन्धफलावाप्तिः, धर्मसिद्धौ सतां मता ॥१०८॥
સંતો દ્વારા ધર્મસિદ્ધિના વિષયમાં નિયમાં સાનુબંધ ફળની પ્રાપ્તિ એ ફલાવંચક્યોગ મનાયો છે.