Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 71
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય १७१ पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च दुःखमेवैतत्, तल्लक्षणनियोगतः ॥८५॥ આમ, પુણ્યથી મળતું સુખ પણ પરાધીન છે એ નક્કી થયું. અને તેથી તેમાં દુ:ખનું લક્ષણ હોવાથી તે દુઃખ જ છે. १०९ संसारिषु हि देवेषु, भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे, तदतीतार्थयायिनाम् ॥८६॥ દેવ બનવા ઇચ્છનાર સંસારી દેવોની ભક્તિ કરે. સંસારને તરવા ઇચ્છનારા, સંસારને પાર ઊતરેલા પરમતત્ત્વની જ ભક્તિ કરે. ८७ ૫૫ કદાગ્રહ ~~ बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥ કુતર્ક એ જ્ઞાન માટે રોગ છે, શમને નુકસાનકારી છે, શ્રદ્ધાનો ઘાતક છે, અભિમાન કરાવનાર છે, સ્પષ્ટ રીતે જ ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ છે. ८८ कुतर्केऽभिनिवेशस्तद्, न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥८८॥ માટે મોક્ષાર્થીને કુતર્કનો આગ્રહ યોગ્ય નથી. મહાત્માને શ્રુત, શીલ અને સમાધિનો આગ્રહ યોગ્ય છે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106