Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગદષ્ટિ સમુચ્ચય
રત્ન દેખાવું, તેને ઓળખવું અને તેને મેળવવું વગેરે અનુક્રમે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહની સિદ્ધિમાં સરસ ઉદાહરણો
१२२ बुद्धिपूर्वाणि कर्माणि, सर्वाण्येवेह देहिनाम् ।
संसारफलदान्येव, विपाकविरसत्वतः ॥१३॥
બુદ્ધિપૂર્વકના સર્વ કાર્યો કટુ વિપાકવાળા હોવાથી જીવને સંસાર વધારનારા જ છે. १२३ ज्ञानपूर्वाणि तान्येव, मुक्त्यङ्गं कुलयोगिनाम् ।
श्रुतशक्तिसमावेशाद्, अनुबन्धफलत्वतः ॥१४॥
જ્ઞાનપૂર્વકના કાર્યો, શ્રુતજ્ઞાનની શક્તિ સાથે ભળવાથી તેની પરંપરા ચાલવાથી કુલયોગીઓને મોક્ષનું કારણ બને છે. १२४ असंमोहसमुत्थानि, त्वेकान्तपरिशुद्धितः ।
निर्वाणफलदान्याशु, भवातीतार्थयायिनाम् ॥१५॥
અસંમોહથી થયેલા કાર્યો, એકાંત શુદ્ધિના કારણે મોક્ષાર્થીને શીધ્ર મોક્ષ આપનારા છે. १४८ परपीडेह सूक्ष्माऽपि, वर्जनीया प्रयत्नतः । __ तद्वत् तदुपकारेऽपि, यतितव्यं सदैव हि ॥१६॥
સૂક્ષ્મ પરપીડા પણ પ્રયત્નપૂર્વક વર્જવી. તે જ રીતે બીજા પર ઉપકાર કરવામાં સદા પ્રયત્ન કરવો.