Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 70
________________ ૫૪ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા १५९ भोगात् तदिच्छाविरतिः, स्कन्धभारानुपपत्तये । स्कन्धान्तरसमारोपः, तत्संस्कारविधानतः ॥८॥ સામગ્રી ભોગવવા દ્વારા તેની ઇચ્છાનો નાશ કરવો તે એક ખભાનો ભાર ઊતારવા બીજા ખભા પર મૂકવા જેવું છે. કારણકે ભોગથી તેના(રાગના) સંસ્કાર પડે છે | વધે છે. १६३ मायाऽम्भस्तत्त्वतः पश्यन्, अनुद्विग्नस्ततो ध्रुवम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ॥८२॥ માયાજળ(પાણી જેવું દેખાય, પણ હોય નહીં તે)ની વાસ્તવિકતા જાણનાર વ્યક્તિ, તેનાથી ગભરાયા વગર નિશ્ચિતપણે જરા પણ અટક્યા વગર તેમાંથી ચાલી જ જાય. १६४ भोगान् स्वरूपतः पश्यन्, तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ॥८३॥ તેમ માયાજળ જેવા ભોગોને સ્વરૂપથી જોનાર, તેને ભોગવવા છતાં અનાસક્ત રહીને મોક્ષને પામે છે. १७० सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥८४॥ પરાધીન બધું દુઃખરૂપ છે. સ્વાધીન બધું સુખરૂપ છે. સુખ-દુઃખનું આ સંક્ષેપથી લક્ષણ કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106