Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 67
________________ યોગદષ્ટિ સમુચ્ચય ૫૧ આ શુશ્રુષા, બોધરૂપી પ્રવાહ માટે પાતાળઝરણા જેવી મનાઈ છે. તેના અભાવમાં સાંભળવું નકામું છે, પાણી વિનાની જમીનમાં કૂવો ખોદવાની જેમ. ५४ श्रुताभावेऽपि भावेऽस्याः, शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्, परबोधनिबन्धनम् ॥७१॥ આ શુશ્રુષા હોય તો સાંભળવા ન મળે તો પણ શુભભાવના કારણે શ્રેષ્ઠ જ્ઞાનના કારણભૂત કર્મક્ષયરૂપ ફળ તો મળે જ. – ચોથી દૃષ્ટિ - ધર્મદઢતા – ५८ प्राणेभ्योऽपि गुरुर्धर्मः, सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थं, न धर्म प्राणसङ्कटे ॥७२॥ આ(ચોથી દૃષ્ટિ)માં નિઃશંકપણે ધર્મ પ્રાણ કરતાં પણ વધુ વહાલો લાગે. ધર્મ માટે પ્રાણ તજી દે; પણ પ્રાણ બચાવવા ધર્મ ન છોડે. ५९ एक एव सुहृद् धर्मो, मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं, सर्वमन्यत् तु गच्छति ॥७३॥ એકમાત્ર ધર્મ જ મિત્ર છે, જે મર્યા પછી પણ સાથે આવે છે. બાકી બધું તો શરીરની સાથે જ નાશ પામે છે.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106