Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગદષ્ટિ સમુચ્ચય
૪૯
– પહેલી દૃષ્ટિ - યોગબીજ – २३ जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च ।
प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥६३॥
વીતરાગ પર શુભ ચિત્ત, તેમને નમસ્કાર અને પ્રણામ એ શ્રેષ્ઠ શુદ્ધ યોગબીજ છે. २५ उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् ।
फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥६४॥
અત્યંત ઉપાદેયબુદ્ધિથી, સંજ્ઞાઓના નિરોધથી યુક્ત અને ફળની ઇચ્છા રહિત એવું આ (યોગબીજ) સંશુદ્ધ છે. २६ आचार्यादिष्वपि ह्येतद्, विशुद्धं भावयोगिषु ।
वैयावृत्त्यं च विधिवत्, शुद्धाशयविशेषतः ॥६५॥
ભાવયોગી એવા આચાર્ય વગેરેને વિષે પણ આ (શુભચિત્ત, નમસ્કાર વગેરે) અને વિશિષ્ટ શુદ્ધ આશયથી વિધિપૂર્વક વૈયાવચ્ચ એ પણ વિશુદ્ધ યોગબીજ છે. २७ भवोद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् ।
तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥६६॥
સહજ ભવવૈરાગ્ય, દ્રવ્ય-અભિગ્રહોનું પાલન, શાસ્ત્રના વિધિપૂર્વક લેખન વગેરે પણ યોગબીજ છે. (સમ્યગ્દર્શન વિનાના અભિગ્રહો દ્રવ્યઅભિગ્રહ જાણવા.)