Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા અયોગી(મન-વચન-કાયાના યોગથી રહિત) અને યોગીઓ જ જેના સ્વરૂપને જાણી શકે છે તેવા વીર જિનેશ્વરને ઇચ્છાયોગથી નમસ્કાર કરીને સંક્ષેપથી યોગને, તેની દૃષ્ટિના ભેદથી કહીશ.
– ઇચ્છાદિ ત્રણ યોગ - कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥६०॥
જેણે શાસ્ત્રાર્થ સાંભળ્યો છે તેવા, અને કરવાની ઇચ્છાવાળા જ્ઞાનીનો પણ પ્રમાદથી જે અપૂર્ણ ધર્મયોગ, તે ઇચ્છાયોગ કહેવાય. ४ शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः ।
श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥६१॥
શક્તિ મુજબ અપ્રમત્ત અને શ્રદ્ધાયુક્તનો, ઊંડા જ્ઞાનપૂર્વકનો શાસ્ત્રાનુસારી સંપૂર્ણ યોગ, તે શાસ્ત્રયોગ જાણવો. ५ शास्त्रसन्दर्शितोपायः, तदतिक्रान्तगोचरः ।
शक्त्युद्रेकाद् विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥१२॥
જેના ઉપાય શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ શક્તિની પ્રબળતાને કારણે જેનું સ્વરૂપ શાસ્ત્રનો વિષય બનતું નથી, તે ઉત્તમ સામર્થ્ય યોગ છે.