Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા
२३१ तथाऽऽत्मगुरुलिङ्गानि प्रत्ययस्त्रिविधो मतः । सर्वत्र सदनुष्ठाने, योगमार्गे विशेषतः ॥५२॥
બધા અનુષ્ઠાનોમાં આત્મા(પોતે), ગુરુ અને બાહ્ય શુકન એમ ત્રણ પ્રકારનો (જેનાથી કાર્યસિદ્ધિનો નિશ્ચય થાય તે) પ્રત્યય કહ્યો છે. યોગમાર્ગમાં તે વિશેષથી જાણવો.
અધ્યાત્માદિ પાંચ યોગો
अध्यात्मं भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद् योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥५३॥ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ મોક્ષની સાથે જોડી આપવાથી ઉત્તરોત્તર શ્રેષ્ઠ યોગ છે. ३५८ औचित्याद् वृत्तयुक्तस्य वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तं, अध्यात्मं तद्विदो विदुः ॥५४॥
ઔચિત્યપૂર્વકના આચરણવાળાનું, મૈત્રી વગેરે ભાવો જેમાં પ્રધાન હોય તેવું અને જિનવચનને અનુસરતું તત્ત્વચિંતન તે અધ્યાત્મયોગ છે, તેમ જ્ઞાનીઓ કહે છે.
૪૬
३१
३६० अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसङ्गतः । મન:સમાધિસંયુત:, પૌન:પુન્ચેન ભાવના
રોજ વૃદ્ધિ પામતો, મનની સમાધિથી યુક્ત એવો વારંવારનો અધ્યાત્મનો અભ્યાસ તે ભાવનાયોગ જાણવો.