Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ
– શાસ્ત્રમાહામ્ય - २२५ पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् ।
चक्षुः सर्वत्रगं शास्त्रं, शास्त्रं सर्वार्थसाधनम् ॥४८॥
શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે, પુણ્યનું કારણ છે, બધું જ જોનારી આંખ છે, સર્વ પ્રયોજનોનું સાધન છે. २२८ यस्य त्वनादरः शास्त्रे, तस्य श्रद्धादयो गुणाः ।
उन्मत्तगुणतुल्यत्वात्, न प्रशंसाऽऽस्पदं सताम् ॥४९॥
જેને શાસ્ત્ર પર આદર નથી તેના શ્રદ્ધા વગેરે ગુણો પાગલના (શૂરવીરતાદિ) ગુણોની જેમ સજ્જનોને પ્રશંસનીય નથી. २२९ मलिनस्य यथाऽत्यन्तं, जलं वस्त्रस्य शोधनम् ।
अन्तःकरणरत्नस्य, तथा शास्त्रं विदुर्बुधाः ॥५०॥
પાણી જેમ અત્યંત મેલા વસ્ત્રને સાફ કરનાર છે; તેમ શાસ્ત્ર અંતઃકરણરૂપી રત્નને શુદ્ધ કરનાર છે, તેમ પંડિતો કહે છે. २३० शास्त्रे भक्तिर्जगद्वन्द्यैः, मुक्तेर्दूती परोदिता ।
अत्रैवेयमतो न्याय्या, तत्प्राप्त्यासन्नभावतः ॥५१॥
જગભૂજ્ય પરમાત્માએ શાસ્ત્ર પરની ભક્તિને મુક્તિની શ્રેષ્ઠ દૂતી કહી છે. એટલે અહીં(ચરમાવર્તમાં) જ મોક્ષ નજીક હોવાથી શાસ્ત્રભક્તિ હોવી તર્કસંગત છે.