Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
૪3
યોગબિંદુ २१२ आद्यं यदेव मुक्त्यर्थं, क्रियते पतनाद्यपि ।
तदेव मुक्त्युपादेय-लेशभावाच्छुभं मतम् ॥४०॥
મોક્ષ માટે જે પર્વત પરથી ઝંપાપાત કરવો વગેરે કરાય તે પહેલું(વિષયશુદ્ધ) જાણવું.. તે મોક્ષની આંશિક ઇચ્છા હોવાથી શુભ મનાયું છે. २१३ द्वितीयं तु यमाद्येव, लोकदृष्ट्या व्यवस्थितम् ।
न यथाशास्त्रमेवेह, सम्यग्ज्ञानाद्ययोगतः ॥४१॥
સમ્યજ્ઞાન વગેરે ન હોવાથી શાસ્ત્રને નહીં અનુસરનારું એવું લોકવ્યવહારથી યમ-નિયમાદિનું પાલન તે બીજું (સ્વરૂપશુદ્ધ) અનુષ્ઠાન છે. २१४ तृतीयमप्यदः किन्तु, तत्त्वसंवेदनाऽनुगम् ।
प्रशान्तवृत्त्या सर्वत्र, दृढमौत्सुक्यवर्जितम् ॥४२॥
તત્ત્વસંવેદનજ્ઞાનથી યુક્ત, સર્વત્ર ઉપશમભાવપૂર્વક અને ફળની જરાપણ ઉત્સુકતા વિનાનું યમ-નિયમનું પાલન ત્રીજું (અનુબંધશુદ્ધ) અનુષ્ઠાન છે. २१५ आद्यान्न दोषविगमः, तमोबाहुल्ययोगतः ।
तद्योग्यजन्मसन्धानं, अत एके प्रचक्षते ॥४३॥
અજ્ઞાનની બહુલતાના કારણે પહેલા(વિષયશુદ્ધ)થી દોષનાશ નથી થતો. કેટલાક એમ કહે છે કે - તેનાથી દોષનાશ માટેના જન્મની પ્રાપ્તિ થાય.