Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા
મલિન અંતઃકરણથી લોકોને ખુશ કરવા માટે જે સન્ક્રિયા કરાય તે અહીં લોકપંક્તિ કહેવાયેલ છે.
८९
૩૬
भवाभिनन्दिनो लोक - पङ्क्त्या धर्मक्रियामपि । महतो हीनदृष्ट्योच्चैः, दुरन्तां तद्विदो विदुः ॥१३॥
ભવાભિનંદી જીવ લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે, તેને જ્ઞાનીઓ કટુ વિપાકવાળી કહે છે; કારણકે મહાન્ ધર્મને પણ તુચ્છ કીર્ત્યાદિ માટે કરે છે.
९०
धर्मार्थं लोकपङ्क्तिः स्यात्, कल्याणाङ्गं महामतेः । तदर्थं तु पुनर्धर्मः, पापायाल्पधियामलम् ॥१४॥
ગીતાર્થ મહાત્માઓ (શાસન પ્રભાવના વગેરે) ધર્મ માટે લોકપંક્તિ આદરે તો કલ્યાણનું કારણ બને. અલ્પબુદ્ધિવાળા લોકપંક્તિ માટે ધર્મ આચરે તો પાપ માટે થાય. - યોગ-પૂર્વસેવા
१०९ पूर्वसेवा तु तन्त्रज्ञैः, गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेह प्रकीर्तिता ॥१५॥ શાસ્ત્રજ્ઞાનીઓએ ગુરુ-દેવ વગેરેની પૂજા, સદાચાર, તપ
અને મુક્તિ-અદ્વેષને યોગની પૂર્વસેવા કહી છે.