Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકપ્રકરણ
જે આગમને પરતંત્ર છે, જ્ઞાની પરની ભક્તિ વગેરે રૂપ ચિહ્નવાળો છે, ક્રિયા કરતી વખતે શાસ્ત્રને યાદ કરનાર છે; તેવો આશયવિશેષ પ્રશસ્ત છે.
– પ્રીતિ વગેરે અનુષ્ઠાનો – १०/३ यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः ।
शेषत्यागेन करोति यच्च, तत् प्रीत्यनुष्ठानम् ॥७६॥
જ્યાં ઉત્કૃષ્ટ પ્રયત્ન છે. કર્તાના હિતને લાવનારી પ્રીતિ છે અને બીજા કાર્યોના ત્યાગપૂર્વક કરે છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે. १०/४ गौरवविशेषयोगाद्, बुद्धिमतो यद् विशेषतरयोगम् ।
क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥७७॥
ક્રિયાથી પ્રીતિ-અનુષ્ઠાન જેવું હોવા છતાં, બુદ્ધિમાનું વ્યક્તિને વિશેષ બહુમાનના કારણે જે વિશિષ્ટ યોગવાળું છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. १०/६ वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु ।
वचनानुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ॥७८॥
સર્વત્ર ઔચિત્યપૂર્વક વચનાનુસારી જે પ્રવૃત્તિ, તે વચનાનુષ્ઠાન છે. તે નિયમથી ચારિત્રધરને જ હોય છે. १०/७ यत्त्वभ्यासातिशयात्, सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः।
तदसङ्गानुष्ठानं, भवति त्वेतत्तदावेधात् ॥७९॥