Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકપ્રકરણ
જે મહાવાક્યાર્થથી થાય, સૂક્ષ્મ તાર્કિક વિચારણાથી યુક્ત હોય તે ચિંતામય જ્ઞાન, પાણીમાં ફેલાતા તેલના ટીપાંની જેમ વિસ્તરતું છે. ११/९ ऐदम्पर्यगतं यद्, विध्यादौ यत्नवत् तथैवोच्चैः ।
एतत्तु भावनामयं, अशुद्धसद्रत्नदीप्तिसमम् ॥१०५॥
જે ઐદંપર્યરૂપ વિષયવાળું છે, વિધિનિષેધમાં પ્રવૃત્તિનિવૃત્તિરૂપ અત્યંત પ્રયત્નવાળું છે, તે ભાવનામય જ્ઞાન અશુદ્ધ સત્નના તેજ જેવું છે.
– આગમ - १६/१२ ऐदम्पर्यं शुद्धयति, यत्रासावगमो सुपरिशुद्धः ।
तदभावे तद्देशः, कश्चित् स्यादन्यथाग्रहणात् ॥१०६॥
જ્યાં ઔદંપર્ય શુદ્ધ છે, તે આગમ પરિશુદ્ધ છે. ઐદંપર્ય શુદ્ધ ન હોય તો વિપરીત સમજણના કારણે તે આગમનો એક દેશ (નય) છે (આગમ નથી). १६/१३ तत्रापि न द्वेषः कार्यो, विषयस्तु यत्नतः मृग्यः ।
तस्यापि न सद्वचनं, सर्वं यत् प्रवचनादन्यत् ॥१०७॥
તેમાં પણ દ્વેષ ન કરવો; પણ તે કઈ અપેક્ષાનો વિષય છે, તે પ્રયત્નપૂર્વક વિચારવું. તેનું પણ જે સર્વચન છે તે બધું જિનવચનથી ભિન્ન નથી.