Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા
અતિશય અભ્યાસના કારણે જે આત્મસાત્ થઈ ગયું હોય તે રીતે સાધુઓ જે કરે છે, તે અસંગઅનુષ્ઠાન છે, અને તે વચનાનુષ્ઠાનના સંસ્કારથી થાય છે.
– પાંચ પ્રકારની ક્ષમા – १०/१० उपकार्यपकारिविपाकवचन-धर्मोत्तरा मता क्षान्तिः ।
आद्यद्वये त्रिभेदा, चरमद्वितये द्विभेदेति ॥४०॥
ઉપકારી-અપકારી-વિપાક-વચન અને ધર્મ એ પદોથી યુક્ત ક્ષમા છે. પહેલા બે (પ્રીતિ-ભક્તિ) અનુષ્ઠાનમાં (પહેલા) ત્રણ પ્રકારની અને છેલ્લા બે (વચન-અસંગ) અનુષ્ઠાનમાં (છેલ્લા) બે પ્રકારની હોય છે.
-- શુશ્રુષા - १०/१४ शृण्वन्नपि सिद्धान्तं, विषयपिपासाऽतिरेकतः पापः ।
प्राप्नोति न संवेगं, तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥८॥
અતિશય વિષયતૃષ્ણાના કારણે જે પાપી સિદ્ધાંત સાંભળતી વખતે પણ સંવેગ ન પામે, તે અસાધ્ય છે. १०/१५ नैवंविधस्य शस्तं, मण्डल्युपवेशनप्रदानमपि ।
कुर्वन्नेतद् गुरुरपि, तदधिकदोषोऽवगन्तव्यः ॥८२॥
આવા જીવને અર્થમાંડલીમાં બેસવા દેવું પણ સારું નથી. તેમ કરનાર ગુરુને તે (શિષ્ય) કરતાં પણ અધિક દોષ લાગે, તેમ જાણવું.