Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકપ્રકરણ
३/८ तत्रैव तु प्रवृत्तिः, शुभसारोपायसङ्गताऽत्यन्तम् ।
अधिकृतयत्नातिशयाद्, औत्सुक्यविवर्जिता चैव ॥६०॥
તે જ ધર્મસ્થાનમાં પૂર્ણ પ્રયત્નપૂર્વક શુભ-શ્રેષ્ઠ ઉપાયોથી યુક્તતા અને ફળની ઉત્સુકતાનો અભાવ એ પ્રવૃત્તિ આશય છે. ३/९ विघ्नजयस्त्रिविधः खलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः ।
मार्ग इह कण्टकज्वर-मोहजयसमः प्रवृत्तिफलः ॥६१॥
વિદનજય હીન-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો, માર્ગમાં કંટક-જવર-મોહના જય જેવો, પ્રવૃત્તિરૂપ ફળવાળો છે. ३/१० सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिः, इह तात्त्विकी ज्ञेया ।
अधिके विनयादियुता, हीने च दयादिगुणसारा ॥६२॥
ગુણાધિક પર વિનયવાળી અને હનગુણી પર દયા વગેરેવાળી (જેનું પ્રણિધાન કર્યું હતું, તે તે ધર્મસ્થાનની તાત્વિક પ્રાપ્તિ, તે સિદ્ધિ જાણવી. ३/११ सिद्धेश्चोत्तरकार्यं विनियोगो-ऽवन्ध्यमेतदेतस्मिन् ।
सत्यन्वयसम्पत्त्या, सुन्दरमिति तत्परं यावत् ॥६३॥
સિદ્ધિ પછીનું કાર્ય તે વિનિયોગ છે. તે હોતે છતે, પરંપરાની પ્રાપ્તિથી તે ધર્મસ્થાન શ્રેષ્ઠ (સંપૂર્ણ) ન બને ત્યાં સુધી અખંડ રહે છે.