Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા
२/१२ वचनाराधनया खलु धर्मः, तद्बाधया त्वधर्म इति ।
इदमत्र धर्मगुह्यं, सर्वस्वं चैतदेवास्य ॥५७॥
(પંડિત જીવને આપવાનો ઉપદેશ -) વચનની આરાધનાથી જ ધર્મ છે અને તેની વિરાધનાથી અધર્મ છે. આ અહીં ધર્મનું રહસ્ય (સંક્ષેપ) છે. અને આ જ તેનું સર્વસ્વ (વિસ્તાર) પણ છે. २/१४ अस्मिन् हृदयस्थे सति,
हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्, नियमात् सर्वार्थसंसिद्धिः ॥५८॥
ભગવાનનું વચન હૃદયમાં હોય તો ખરેખર તો ભગવાન જ હૃદયમાં છે; અને ભગવાન હૃદયમાં હોય તો નિયમ બધા કાર્ય સિદ્ધ થાય છે.
– પ્રણિધાનાદિ આશયો – ३/७ प्रणिधानं तत्समये स्थितिमत्,
तदधः कृपाऽनुगं चैव । निरवद्यवस्तुविषयं, परार्थनिष्पत्तिसारं च ॥५९॥
પ્રણિધાન એ ધર્મસ્થાનની પ્રાપ્તિ સુધી રહેનારું, નીચેના (ગુણહીન) જીવો પર કરુણા યુક્ત, નિષ્પાપ વસ્તુના વિષયવાળું અને પરોપકાર જેમાં પ્રધાન છે, તેવું છે.