Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા
३/१२ आशयभेदा एते, सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना, चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥६४॥ આ (પ્રણિધાનાદિ) બધા વાસ્તવિક રીતે આશયના ભેદો છે, એ જ ભાવ છે. એના વિનાની ક્રિયા, તુચ્છ દ્રવ્યક્રિયા છે. ધર્મસિદ્ધિ
૧૮
४/२ औदार्यं दाक्षिण्यं, पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिङ्गानि धर्मसिद्धेः, प्रायेण जनप्रियत्वं च ॥६५॥ ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપની જુગુપ્સા, નિર્મળ બોધ અને પ્રાયઃ લોકપ્રિયતા, આ બધા ધર્મસિદ્ધિના લિંગ છે.
૪/૨ तन्नास्य विषयतृष्णा, प्रभवत्युच्चैर्न दृष्टिसंमोहः ।
अरुचिर्न धर्मपथ्ये, न च पापा क्रोधकण्डूतिः ॥६६॥
તેથી (ધર્મ સિદ્ધ થવાથી) એને વિષયતૃષ્ણા પરાજિત કરતી નથી. દૃષ્ટિસંમોહ થતો નથી. હિતકર એવા ધર્મમાં અરુચિ થતી નથી અને પાપી ક્રોધરૂપ ખુજલી થતી નથી.
જિનમંદિરનિર્માણ ~~~
६/६ तत्रासन्नोऽपि जनो ऽसम्बन्ध्यपि दानमानसत्कारैः । कुशलाशयवान् कार्यो, नियमाद् बोध्यङ्गमयमस्य ॥६७॥
ત્યાં (દેરાસરની ભૂમિમાં) નજીકના લોકો, જે કોઈ સંબંધી નથી, તેમને પણ દાન-માન-સત્કારથી શુભાશયવાળા કરવા. એ નિયમથી તેમને સમ્યગ્દર્શનનું કારણ છે.