Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
અષ્ટકપ્રકરણ
૧૩
એટલે જ જ્ઞાની પણ દીક્ષા આપવા વગેરે સર્વ કાર્યોમાં હંમેશાં “પૂર્વમહાપુરુષોના હાથે (હું દીક્ષા વગેરે આપું છું)” એમ કહે છે.
– શાસનહીલના – २३/१ यः शासनस्य मालिन्ये-ऽनाभोगेनापि वर्तते ।
स तन्मिथ्यात्वहेतुत्वाद्, अन्येषां प्राणिनां ध्रुवम् ॥४७॥
જે અનાભોગથી પણ શાસનહીલના કરે છે, તે અન્ય જીવોને નિશ્ચિતપણે મિથ્યાત્વ પમાડવાનું કારણ હોવાથી.. २३/२ बध्नात्यपि तदेवालं, परं संसारकारणम् ।
विपाकदारुणं घोरं, सर्वानर्थविवर्धनम् ॥४८॥
તે મિથ્યાત્વને જ બાંધે છે, જે સંસારનું સૌથી મોટું કારણ છે, ઘોર-દારુણ વિપાકવાળું છે, સર્વ અનર્થોને વધારનાર છે. २३/३ यस्तून्नतौ यथाशक्ति, सोऽपि सम्यक्त्वहेतुताम् ।
अन्येषां प्रतिपद्येह, तदेवाप्नोत्यनुत्तरम् ॥४९॥
જે શાસનની યથાશક્તિ ઉન્નતિ કરે છે, તે પણ બીજાને સમ્યક્તની પ્રાપ્તિમાં કારણ બનવાથી શ્રેષ્ઠ એવા તે જ સમ્યક્તને પામે છે. २४/८ दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् ।
विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥५०॥