________________
તેથી વિવિધ રીતે પોતાની વૃત્તિઓને શાસ્ત્રીય મર્યાદાનુકૂલ બનાવી જીવન શુદ્ધિના પંથે ધપવા માટે વિનય-નમ્રતા રપાદિ પ્રાથમિક ગુણને અભ્યાસ જરુરી છે.
આ વાત લક્ષ્યમાં રાખી પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ ભાવનાઓ શાસ્ત્રીય પદાર્થો અને સંયમેચિત મર્યાદાઓ વિવિધરૂપે દર્શાવી છે.
સંયમ સમ્યક્યારિત્ર સ્વરૂપ હોવા છતાં તેના સર્વાંગીણ વિકાસ અને મૌલિક પરિચય માટે ભાવશુદ્ધિ-સમર્પણ, સુદઢ વૈરાગ્ય, સર્વભૂતાત્મભાવ, આજ્ઞાધીનતા અને બહુમાનપૂર્વક ક્રિયાતત્પરતા આદિ તના વિકાસની અત્યાવશ્યક્તા છે.
પ્રમત્તભાવ અને આરાધકભાવનું સામંજસ્ય કેળવવાને પ્રયત્ન સાધુજીવનને નિસ્સાર બનાવનાર છે. આ તત્ત્વની સ્પષ્ટ સમજુતી ત્રીજ વિભાગમાં અપાએલ મર્યાદાઓના હદયંગમ સ્વરૂપની વિચારણું દ્વારા વિવેકીને મળે તેમ છે.
આ રીતે બીજા વિભાગના અંતે પરમારાધ્ધ ઉત્કૃષ્ટતમ શ્રી મહાનિશીથ સૂત્રના પ્રારંભના ત્રણ સૂત્રોને આપેલ સંક્ષિપ્ત અર્થ સાધુ જીવનને સુવ્યવસ્થિત રીતે સંયમાનુકૂલ બનાવવા માટે અત્યંત ઉપયોગી છે.
આવા આવા અનેકાનેક તાત્વિક આત્મકલ્યાણપયેગી પદાર્થોના સારસમુચ્ચયરૂપ આ પુસ્તક સંયમના પંથે ગુગમથી વધવા ઈચ્છતા આરાધક આત્માઓને કુશળ ભેમિયાની ગરજ સારે તેવું છે.
પ્રસ્તુત પુસ્તકના સંપાદનનું કાર્ય મારા પોતાના અંગત જીવનને શાસ્ત્રાનુરૂપ અને તાવિક ભાવનામય બનાવવા માટે ઘણું ઉપયોગી નિવડ્યું છે.