________________
: ૧૩ : એટલે કે નિશ્ચય દષ્ટિ પિતાના માટે વિચારી તે આદર્શ તરીકે રાખી યથાશક્ય શુભ વ્યવહાર આદર, આચરણમાં ન મૂકી શકાય તેટલી પિતાની ખામી કબૂલ કરવી, “બીજા શું કરે છે?” તે જોવા કરતાં પિતાને ઊંચે ચઢવા માટે સારા આલંબન તરફ દષ્ટિ રાખવી ઉચિત છે.
આટલા વિવેચનથી સમજાયું હશે કે
આ પુસ્તિકામાં બતાવાયેલ કેટલાક નિયમે પિતાના આત્માને આગળ વધારવા ઉપયોગી છે.
માટે તેને તે રીતે ઉપગ કરી પોતાના જીવનને કૃતાર્થ બનાવે, પણ પારકાં તૂષણે વ્યક્ત કરી, રજનું ગજ કરી પોતાની માટી પણ ક્ષતિઓ તરફ બેદરકાર રહેવાના અનાદિકાલનાં અશુભ સંસ્કારને ઉત્તેજન આપવારૂપે આ પુસ્તિકાના લખાણને દુરુપયોગ કરવામાં ન આવે, એમ મારી નમ્રભાવે પુનઃ પુનઃ પ્રાર્થના છે.
આ પુસ્તિકામાં વર્ણવેલ સિદ્ધાંતેની મર્યાદાનુસાર સુંદર સંયમી જીવન જીવવા માટે ઉચિત અધ્યવસાય અને વિશિષ્ટ વિશ્વાસની હિતાવહ પ્રાપ્તિ થાય એ જ અંતિમ શુભાભિલાષા.
લી. શ્રમણુસંધસેવક સં. ૨૦૦૯ | શ્રી ધર્મસાગર ગણિવર ચરણપાસક અષાડવ. ૫ ગુરૂવાર
મુનિ અભયસાગર