________________
: ૧૨ :
પણ મેાહની વાસનાના પ્રમલ સંસ્કારથી કાઇ આરાધક આત્મા આ ગાથાના દુરુપયોગ એમ ન કરી બેસે કે આપણે જેટલું પાળીએ છીએ તે ખરાખર છે. '
એટલે વ્યક્તિગત પેાતાના આત્માને જાગૃત રાખી યથાચેાગ્ય વીૉલ્લાસ વધારવા સાધુપદના દુહામાં ઉપા॰ શ્રી યશે!વિજયજી મ॰ જણાવે છે કે—
“ અપ્રમત્ત જે નિત્ય રહે, નવ હરખે નિવશાચે રે, સાધુ સુધા તે આતમા, શું મુંડે લેાચે રે ? ”
આમાં સદાકાલ અપ્રમત્તદશાના મલે હ–શાકાઢિના અભાવ વર્ણવી આત્મસ્વરૂપરમણતાને મુખ્ય જણાવી મુંડન લુંચનાદિની અસારતા જણાવી છે.
પણ આ વસ્તુ નિશ્ર્વનયથી પેાતાના અંગત વિચાર માટે ઉપયાગી છે.
જો આ વસ્તુ ખીજાના માટે વિચારવા જઇએ તેા યાવત્ ચેાથા આરામાં ઉત્કૃષ્ટ સયમ પાલનાર મહાપુરુષામાં પણ સાધુતાના દર્શન ન થાય.
માટે વ્યક્તિગત ઉપયાગી વિચારણાને સમષ્ટિગત અનાવવાની ભૂલ કરવી હિતાવહ નથી.
તેથી જ ઉપા॰ શ્રી યશેાવિજયજી મ. સવાસેા ગાથાના શ્રી સીમંધરસ્વામીના સ્તવનની પાંચમી ઢાળમાં કહે છે કે“નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર ।
પુણ્યવત તે પામોજી, ભવસમુદ્રના પાર્ । છ