________________
: ૧૦ :
સાધનાના પવિત્ર પથે વીર્યાંલ્લાસપૂર્વક વધવાનું શ્રેષ્ઠ ખલ શીઘ્ર મેળવી શકું.
“ મેં તે ફક્ત આ પુસ્તિકામાં મેટા વેપારીએ પાસેથી છૂટક છૂટક માલ લાવી વ્યવસ્થિત દુકાનની સજાવટ કરનારા નાનકડા વેપારીની જેમ સંયમયેાગ્ય પદાર્થોના સ`ગ્રહ શ્રમણસંઘની સેવામાં સાદર ઉપસ્થિત કરી આત્મિક સ્વાર્થ સાધવાના પ્રયાસ કર્યો છે. ”
અહીં નમ્રભાવે એક વાત સ્પષ્ટ કરું છું
આ પુસ્તકમાં બતાવેલ સૂચના, નિયમે અને વાક્યાના અપવાદ મા પણ છે, અને તે ગુરુગમથી અવશ્ય જાણી લેવાની જરૂર્ છે.
કારણ કે અપવાદ માના ઉપયાગ માર્ગ અને પરિણતિ ટકાવવા માટે વ્યક્તિ પરત્વે ભિન્ન ભિન્ન રીતે કરવામાં આવે છે, સામાના આત્માને ઊંચે ચઢાવવા કયે પ્રસંગે ? કયા અપવાદના ? કેવી રીતે ઉપયોગ કરવા ? એ ઉપકારી ગીતા ગુરુવર્ય-વડલા જ સમજી શકે છે. “ બધાને માટે એક સરખા નિયમ અપવાદમાં હાઇ શકે નહિ.
"9
પણ ગુરુઆજ્ઞાથી શુદ્ધભાવે અપવાદમાગનું સેવન કરનાર પ્રાણીને ઉત્સગ માર્ગ ન પાળી શકવાની અશક્તિ આસક્તિ કે પેાતાની માનસિક, વાચિક, કાયિક નિ લતા ખ્યાલમાં રહે છે, અને સતત પશ્ચાત્તાપના ખળે વારવાર અતિચાર આચરવાના ફળરૂપે નિષ્વસ પરિણામ ન થઈ જાય તેનું ધ્યાન રહે છે, તથા પ્રાપ્ત વિવેક-શક્તિના સદુપયોગ થાય છે.