________________
એટલે પૂર્વાચાર્ય મહર્ષિઓએ એકાંત જગવત્સલતાથી રચેલા હિતકર સંયમભાવના પિષક શ્લોક-સૂત્ર આદિને વ્યવસ્થિત સંગ્રહ ગુજરાતી ભાષામાં આપવાનું ઉચિત જણાયું.
તેથી તદ્યોગ્ય સામગ્રી ઘણીખરી મારી સંગ્રહ પિથીઓમાં હતી તે અને તેને અનુસરતી બીજી પણ સામગ્રી જુદા જુદા ગ્રંથમાંથી તારવી કાઢવાની પ્રવૃત્તિના મંડાણ થયાં.
આ રીતે શરૂ થયેલી પ્રવૃત્તિનું વ્યવસ્થિત ફલ આ લઘુ પુસ્તિકા છે. આ છે નાની પુસ્તિકાને પૂર્વ ઈતિહાસ. આ પુસ્તિકામાં કંઈ પણ નવું નથી, તેમજ “
ઘરો viવિચ' બતાવવાને ક્ષુદ્ર આશય પણ નથી, પણ આત્માથી સાધુ-સાધ્વીઓને પોતાના આત્માને જાગૃત રાખી સંયમની શકય આરાધનમાં છતું બલ-વીર્ય ફેરવી વીર્યાચારનું યથાર્થ પાલન કરવામાં શકય સહાય મળે, એ શુભ ઉદ્દેશથી આ અ૮૫ પ્રયાસ છે.”
સાથે આંતરિક એવી શુભનિષ્ઠા છે કે-અત્તરના વેપારીને બીજાને માલ બતાવવા નમૂનાનું અત્તર સુંઘાડતાં પોતાને પણ સુગંધ મળી રહે છે, તેમ પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી મળી આવેલ વિશિષ્ટ ક્ષયે પશમાદિના સદુપયેાગરૂપે અનેક ધર્મારાધક મુમુક્ષુ સાધર્મિક સાધુ-સાધ્વીઓની સેવામાં અનેક શાસ્ત્રગ્રંથમાંથી તારવી કાઢેલ સંયમપયોગી સામગ્રી ઉપસ્થિત કરી હું પોતે પણ તીર્થંકરભગવંતેએ નિદેશેલ આત્મકલ્યાણ