________________
શારદા શિખર ત્યારે શું થાય છે? શરીરને ચેન પડે નહિ, ખાવાની રૂચી થાય નહિ અને સંસારના કામકાજ, બંધ, કમાણ વગેરે અટકી પડે. તે રીતે જીવન પરને સંગ એ આત્માની દષ્ટિએ બિમારી છે કારણ કે તેથી આત્માના હિતના ઘણું કામ બગડે છે. દા. ત. રાત્રે ધંધાનો હિસાબ કરતા હોય અગર બહાર બગીચામાં કે સિનેમામાં હરવા-ફરવા જવાનું રાખ્યું હોય કે કોઈને મળવા જવાનું છે તે આ બધું શું છે? પરનો સંગ છે. એ સંગમાં સામાયિક-પ્રતિકમણ, સ્વાધ્યાય, ચિંતન વગેરે આત્મહિતનાં કામ બગડે છે. ધનના રાગથી પૈસાને સંગ્રહ કરવાની તાલાવેલી રહે છે. એ પરને સંગ છે. એ ધનના લેભથી દાન આપવું કે ધર્મકાર્યોમાં ધનને વ્યય કર નથી ગમત. કદાચ ઉપાશ્રયે જાય તે પણ દૂર રહે છે. રખેને કોઈક કોઈકે સુકૃતનું કામ બતાવી દે તે? રખેને કોઈ કંઈ મદદ માગે તે વિચાર કરે, આ નેની લાલસામાં ધન પ્રત્યેના અથાગ રાગમાં એટલે કે પરના સંગમાં આત્માએ કેટકેટલું ગુમાવ્યું? માટે પરને સંગ એ તાવ આદિ જેવી બિમારી છે.
જ્યારે ખાનપાન આદિ પરને સંગ છૂટે ત્યારે ઉપવાસ વગેરે તપ થાય ને મનમાં થશે કે હાશ ! આજે આ પરના સંગની લપ ટળી. દાન દેવાનું કે સુકૃત કરવાનું થાય ત્યારે થશે કે ચાલે, આજે આટલે પરિગ્રહ છૂટશે. પરના સંગની લ૫ ટળવામાં મહા આનંદ છે. પર દ્રવ્યના સંગ રૂપી દર્દીને દૂર કરવા સત્સંગ રૂપી દવા લેશે ત્યારે તે પ્રભુ પાસે જઈને પ્રાર્થના કરશે કે અહે પ્રભુ!
આધિ-વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપથી અમારું આ જીવન સંતપ્ત બન્યું છે. વાસના અને વિલાસિતાની વિટંબણાઓથી અમારું જીવન વંટેળે ચઢયું છે. કામ-ક્રોધાદિ પરિપુઓની આંટી-ઘૂંટીઓમાં અમારું જીવન અટવાઈ રહ્યું છે. સંસારને સળગતે દાવાનળ અમારા જીવનને બાળી રહ્યો છે. આવી દુઃખદ અવસ્થામાં અમે માતા-પિતા, ભાઈ, મિત્ર, સગાસંબંધીઓનું શરણું યાચીએ છીએ, પરંતુ તેઓ પણ અમારી જેમ ત્રિવિધ તાપથી સંતપ્ત છે પછી તે અમને શાંતિ ક્યાંથી આપી શકે? હે પ્રભુ! તમે મારા સર્વસ્વ છે :
માત, તાત કે ગુરૂ કહું, સખા કહું શિરતાજ,
જે કહું તે ઓછું બધું, મેં માન્યું ગુરૂરાજ.” અમારા દુઃખી જીવનથી અમે આજે નિરાશ થયા છીએ. અનેક નિરાશાઓમાં હે પ્રભુ! તારું એક શરણુ આશાનું કિરણ પ્રગટાવનાર છે. અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમરતાને પવિત્ર માર્ગે લઈ જનાર છે. દુઃખી અવસ્થામાં