________________
૧૦
શારદા શિખર થવું, વિણસી જવું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આદી દરેક દ્રિવ્ય પિતાના સ્વભાવમાં પરિણમન થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવ સ્વદ્રવ્યને છોડી પર દ્રવ્યમાં પડે છે ને વિવેક ચૂકી જવાથી તેને ખ્યાલ નથી કે મારો સ્વભાવ શું છે? મારે તે જન્મ મરણના ફેરા મટાડી સત્વર મારા સ્થાનમાં (મોક્ષમાં) પહોંચવું છે. જેમ કેઈ ગુન્હેગારને ગુને કરવાથી જીવનભરની જેલ મળી છે. ત્યાં સખ્ત મજુરી કરવી પડે છે છતાં ચેકીદારની હાજરીમાં તેને કંપાઉન્ડમાં ફરવાનું મળે છે. તે બરાબર કામ કરતા રહે તે સરકાર તેની જીવનભરની જેલમાં અમુક વર્ષ થયે છોડી દે છે. પણ કમરાજાએ તે એવી જેલ આપી છે કે તે એક ક્ષણ પણ બહાર ફરવા દેતું નથી. આત્માકર્મરાજાથી કયારે પણ છૂટ પડે હોય એવું બન્યું નથી. જ્યારે જીવ મેક્ષમાં જાય ત્યારે કર્મથી તદ્દન રહિત બની જાય છે. રેગ કેને થાય ? શરીર હોય તેને. જેને કર્મ છે તેને શરીર છે. સિદ્ધ ભગવાન કર્મથી રહિત બની ગયા તેથી તેમને શરીર નથી. શરીર નથી તેને રેગ નથી.
જ્યાં શરીર છે ત્યાં આધિ-વ્યાધિ અને ઉપાધિ છે. સાધક જીવનમાં ભગવાને સંતને ૨૨ પરિષહ બતાવ્યા. તેમાં વધને પરિષહ બતાવ્યું છે. ભગવાન કહે છે હે સંત ! સંયમી જીવનમાં કદાચ કર્મચાગે કેઈ વધ કરનાર મળી જાય છે ત્યારે તું કષાયમાં કે રાગ દ્વેષમાં નહીં જોડાય ને? કોઈને ઘેર ગૌચરી–પાણી માટે જાય તે કેઈ તિરસ્કાર પણ કરે. તિરસ્કાર કરતાં પણ વધને પરિષહ વિશેષ છે. છતાં એ પરિષહને પહેલા નંબરે નહીં મૂકતા ક્ષુધા પરિષહને મૂકો. માસખમણ, સોળભણ્યું કે વર્ષીતપ કરે તે કવલ આહાર બંધ થયે પણ રેમ આહાર તે ચાલુ છે. જીવ માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે ત્યારે પહેલા સમયે એજ આહાર લીધે. તે આહાર તે જીવ જ્યારે શરીર છોડીને જાય છે ત્યારે છોડે છે. અહીંથી છૂટયા પછી જીવ વધુમાં વધુ ત્રીજે અથવા એથે સમયે તે ઉત્પન્ન થઈ જાય ને ત્યાં આહાર શરૂ કરી દે. ભૂખ મટાડવા જીવ પ્રયત્ન કરતા આવ્યા છે. શરીર છે ત્યાં ભૂખન્તરસ અધું છે. જે આત્માની દશા દેહમાં રહેવા છતાં દેહાતીત દશા વર્તે છે તેને પર દ્રવ્યને સંગ અથવા ખાનપાન વગેરે પુદ્ગલને સંગ એ આત્માની બિમારી લાગે છે. તેના હૈયામાં રાત-દિવસ એ વાત ખટકતી હોય છે કે એ બિમારી કેમ ઘટે ? કેમ ટળે? એની ચિંતા રહ્યા કરતી હોય એમાં જે ખાવાની વાત આવે તે એને લપ લાગે.
બંધુઓ ! વિચાર કરો, પર દ્રવ્યને સંગ અને રાગ” એ આત્માની બિમારી છે. એ વાત એકદમ હૈયે નહિ બેસે. પરંતુ બુદ્ધિપૂર્વક વિચાર કરજો કે જ્ઞાનીઓએ એને બિમારી શા માટે કહી છે? દા. ત. તમને તાવ આવ્યો હોય