________________
શારદા શિખર જમ્યા છે. (હસાહસ). શિકારીએ વિચાર કર્યો કે મારું જે થવું હોય તે થાય પણ મારે તે એને સાચી સલાહ આપવી જોઈએ. જે સાચી સલાહ ન આપે તે મારી આર્યભૂમિ લાજે. શિકારી કહે છે હે પંખીડા ! શિકારી જે દિશામાં બાણ છોડે તેની વિરૂદ્ધ દિશામાં ઉડે તે પ્રાણ બચી જાય. શિકારીએ પિતાનો શિકાર જાતે કરી બચવાને માર્ગ બતાવી દીધું ને પક્ષીઓએ પિતાના પ્રાણ બચાવી લીધા. આ હતું આર્યભૂમિનું ગૌરવ. એ હતે શિકારી અને તમે છે શ્રાવક. તમને પણ આર્યભૂમિનું ગૌરવ હોવું જોઈએ.
અંતરાત્મામાં જ્ઞાનને દીપક પ્રગટાવવા માટે અને સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિષયનું વમન કરવું જોઈએ ને કષાયેનું શમન કરવું જોઈએ. વિષયનું વમન કર્યા પછી કષનું શમન કેવી રીતે થાય તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨ વિષય “પરધર દર્દ છે ને સ્વઘર દવા છે? અષાડ સુદ ૧૦ ને મંગળવાર
તા. ૬-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંત ઉપકારી, વાત્સલ્યના વહેણ વહાવનાર, પરમ કૃપાનિધી, જગતના સમસ્ત જીવને આત્મોન્નતિ અને કલ્યાણને સત્ય રાહ બતાવનાર, મહાન કરૂણાસાગર વીતરાગ ભગવંતે જગતના તમામ વેનું કલ્યાણ કરવાની ભાવનાથી આગમની અમૂલ્યવાણીના વહેણ વહાવ્યા. તીર્થકર ભગવંતના મુખ કમળમાંથી વાણી વરસી, ગણધરોએ ઝીલી, આચાર્યોએ લખી. ભગવંત કહે છે કે જે આત્માને સંસાર ખટકશે તેને કર્મથી છૂટકારો થશે. સંસાર એટલે શું? જયાં જન્મ-મરણ, સંયોગ-વિયોગ છે તેનું નામ સંસાર. જ્યાં આ બધું નથી તેનું નામ મોક્ષ. જે આત્માઓ સિદ્ધ સ્વરૂપને પામી ગયા છે તેમને જન્મ, જરા, મરણ, સંગ-વિયેગ, રેગ-શેક કાંઈ નથી. જ્યાં સુધી કર્મની વગણ ઉભી છે ત્યાં સુધી જન્મ–જરા-મરણ ઉભા છે.
જ્યાં સુધી ભવપરંપરા ખડી છે ત્યાં સુધી આ દુઃખ દૂર થવાના નથી, સંસારમાં દુખે ઘણું છે. કદાચ કઈ જીવને પુણ્યોદયે બીજા દુઃખો વર્તમાનમાં વિદ્યમાન ન હાય પણ જન્મ–જરા–રેગ-મરણ આ ચાર પ્રકારના દુઃખ તે સિદ્ધ સિવાય દરેક સંસારી જીવને રહેલા છે. આ દુઃખે માત્ર સિદ્ધગતિમાં નથી. જન્મ–જરા-મરણના રોગથી મુક્તિ લેવી હોય તે મોક્ષની સાધના કરવી જોઈએ.