Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
ઉદ્દઘાત
સ્વરમંડળનું મૂળ – આ ૧૦ બાબતે વિષે હું કેટલુંક કહું તે પૂર્વે એ પ્રશ્ન વિચારીશ કે ઠાણ અને અણુટમાં પ્રસ્તુત વિષય પર શાબ્દિક સમાનત, દષ્ટિગોચર થાય છે તે આ નિરૂપણ ઉપર્યુક્ત એ આગમાંથી શેમાં પહેલું કરાયું છે. આને ઉત્તર આ બંને આગમોના રચના સમય સાથે સંબદ્ધ છે. ઠાણની રચના સુધર્મસ્વામીએ કર્યાની જેને માન્યતા છે એટલે એ હિસાબે તે એમનું નિરૂપણ પહેલું ગણાય. જે આ નિરૂપણ આમના વીરસંવત ૮૮ કે ૯૯૩માં થયેલા પુસ્તક રહણના પ્રસંગનું જ હોય છે તે વાત જુદી છે પરંતુ એવી સંભાવના તે અણુ માટે પણ થઈ શકે. અણુ રચનાસમય અલપિ સુનિત થઈ નથી. નન્દીમાં એનો ઉલ્લેખ છે અને . આ નદીની રચના મેડામાં મેડી ઇ. સ.ની પાંચમી સદીમાં થયેલી મનાય છે. આ અણુની સમયની અપેક્ષાએ ઉત્તર સીમા છે. કોઈ કે આધુનિક વિદ્વાને આ આગમ આર્ય રક્ષિતસૂરિએ રચ્યાનું માને છે પરંતુ એ માટે કંઈ સબળ પ્રમાણ અત્યાર સુધી તે કોઈએ રજુ કર્યું જાણવામાં નથી. આ સ્વરમંડળ એક મત પ્રમાણે ૧૧ અંગેની રચના પૂર્વે રચાયેલા દિદિવાયના પુત્રગયગત સરપાહુડમાં હોય તે એ બનવાજોગ છે કે બંને આગના પ્રણેતાઓએ એમાંથી સ્વરમંડળ પ્રાય શબ્દ શબ્દ ઉદ્ધત કર્યું છે. જે એમ જ હોય તે
૧ આને ઉલેખ ઠાણ (સુર ૫૫૩)ની અભયદેવસૂરિકૃત વૃત્તિ ( પત્ર ૩૫ )માં છે.