Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલે છે અને
ર૭
અક્ષરસમ” છે. (અણુ અહ, ઠાએ, અહે).
જે નામિકાદિ ગેય પદ અનંતર (જેડન) પદથી બદ્ધ હોય અને જેમાં સ્વર અનુવાદી હેય અને ત્યાં જ તે (સ્વર) ગવાતે હેય તે તે ગીત “પદસમ” છે.
હથેલીઓના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા સ્વરને અનુસરનારા, સ્વર વડે ગવાતું ગીત તે “તાલ સમ ” – અહ ( પત્ર ૬૭ )
દાંત વગેરેની બનેલી આંગળા ની બેલી (કેશક) વગેરેથી વગાડાતા ત્રણ સ્વરવાળા લયને અનુસરતું ગીત તે “યસમ ” છે અચુ -
વાંસળી, વીણા વગેરે વાઘમાં પ્રથમથી જે સ્વર ગ્રહણ કરાયો હેય તેને અનુરૂપ ગીત તે “પ્રહસમ” છે. (અચુ, અહ, ઠા).
વાંસળી, વીણા વગેરેથી આંગળીના સંચારપૂર્વક જે ગીત ગવાય છે તે “ સંચારસમ” છે. (અચુ, અહ, ઠા).
ગીતગત સત્રના ગુણોનું સ્પષ્ટીકરણ અચુમાં છે.
૧ સ્વરના ચાર પ્રકાર છે: વાદી, સંવાદી, વિવાદી અને અનુવાદી. વાદી સ્વર મુખ્ય હોવાથી “રાજા' ગણાય છે. સંવાદી સ્વર વાદી સ્વરને અનુસરે છે એથી એ “અમાત્ય' ગણાય છે. વિવાદી સ્વાર વિરુદ્ધ હેવાથી “શત્રુ’ ગણાય છે. અનુવાદી સ્વર વાદી અને સંવાદી સ્વરને અનુસરનારે હેવાથી એ ભુત્ય’ ગણાય છે. જુઓ નાથુરામ સુંદર શુક્લકૃત નાટયશાસ્ત્ર (પૃ. ૧૮).
૨ ઠાઅમાં અનંતરને બદલે “અન્યતર' (એટલે કે બેમાંથી એક) એ અર્થ કરાયો છે. નામિકાદિ જે ગીન-પદ જે સ્વરમાં અનુપાતી છે તે ગીતમાં ત્યાં જ (જે ગાનમાં) ગવાય તે ગીત “પદ-સમ' કહેવાય છે. (અહે).
૩ લયનું લક્ષણ–શિંગડા, લાકડા, કે દાંતની બનેલી આંગળીની ખાલી વડે પ્રહાર કરાયેલ તંત્રીના સ્વરને પ્રચાર તે “લય” છે. અહ, ઠાઅમાં. તેમ જ અહેમાં પ્રચારને બદલે “પ્રકાર છે. • ' “શાવાતો થા મોિસિલનાહતઃ ત્રિરંગા યઃ ” – અહ (પત્ર ૧૭).