Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલેખે અને ગ્રન્થ લાવણ્ય, શૃંગાર, આભૂષણ, વિલાસ, આવેશ, મધુર વાણું અને નાટય વડે પ્રશસ્ત હતું એ નૃત્ય શાસ્ત્રમાં દર્શાવેલા પદસંચારવાળું હતું, એમાં વર્ણોને યોગ્ય પરિવત (? આલાપ) હતો તેમ જ હાથ, ભવાં અને મુખનો અભિનય હતો. એ બિબ્બક અને નેત્રના સંચારથી યુક્ત હતું, પ્રશસ્ત નાટચ (નૃત્યકળા)થી અદ્ભુત હતું, હાથના અને બીજી ક્રિયાઓના સંચાર વડે યોગ્ય રીતે વિભક્ત હતું તેમ જ વીણા, તાલ અને ગીતના શબ્દોથી મિશ્ર હતું. આવું એ દિવ્ય નૃત્ય પૂરું થતાં પ્રેક્ષકેએ એની પ્રશંસા કરી. રાજાએ ધમ્મિલ્લને અભિપ્રાય પૂછતાં તેણે નૃત્યનાં ગુણેની પ્રશંસા કરતાં કહ્યું કે સુરવધૂ (દેવાંગના)ના સમાન આ નત્ય હતું. રાજાએ એ સાંભળી વસન્તતિલકાનું સન્માન કર્યું.
હિરણ્યાનું ‘નાલિકાગલકર નુત્ય અને અહિરણ્યાને અભિષેક - વસુ (પૃ ૧૦૧)માં સહિરણ્યા અને હિરણ્યા નામની બે ગણિકા-પુત્રીઓનાં નકક” ઉધાનમાંનાં નૃત્ય વિષે એવો ઉલ્લેખ છે કે વાસુદેવ કૃષ્ણનો પુત્ર સાંબ એ ઉદ્યાનમાં ગયે અને પ્રેક્ષકો સભામાં બેઠા એ વેળા હિરણ્યાએ “નાલિકાગલક વડે નૃત્યની સમસ્ત વિધિ બતાવી. ઉદકને પરિક્ષય પૂરા થતાં એટલે કે નાલિકામાંથી પાણી ગળી રહ્યું ત્યારે સુહિરણ્યાએ નાટયના બત્રીસ ભેદ વિધિપૂર્વક બતાવ્યા. નાલિકામાંના વધેલા પાણીથી ઉપાધ્યાયે ( નાટયાચા) એને સ્નાન કરાવ્યું. ' સાંડેસરાનું ટિપ્પણ– આ સંબંધમાં વસુદેવહિડી (ખંડ ૧)ના ભાષાંતર (પૃ. ૧૨૫)માં છે. સાંડેસરાએ “નાલિકાગલ ઉપર નીચે મુજબનું ટિપ્પણ કર્યું છે – " આ કોઈ પ્રકારની નૃત્યવિધિ હેવી જોઈએ. અમુક પ્રકારની
૧ સ્ત્રીની શૃંગારિક ચેષ્ટા ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતા ગર્વથી કરાતે અનાદર